ઝઘડિયાઃ ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં વઢવાણા ગામે 600 વર્ષ પૌરાણિક શક્રેશ્વર મહાદેવનું મંદિર નર્મદા નદીમાં ધસી પડ્યું હતું. સ્થાનિક નેતાગીરી અને સરકારની બેદરકારીના મંદિરનું અસ્તિત્વ જ ખતમ થઈ જતાં લોકોમાં રોષ ફેલાયો છે.
દરવર્ષે વરસાદથી મંદિરની જગ્યાનું મોટાપાયે ધોવાણ થતું આવ્યું છે, જેના કારણે મંદિર પરિસરની દીવાલોમાં પણ તિરાડો પડી ગઈ હતી.

