LGBTQ કોમ્યુનિટીના અનોખા ગરબાઃ રાજપીપળાના પ્રિન્સ પણ ગરબે રમ્યા

Wednesday 09th October 2024 05:00 EDT
 
 

વડોદરાઃ વડોદરામાં સતત બીજા વર્ષે એલજીબીટીક્યુએ+ સંસ્થા વિકલ્પ વિમેન્સ ગ્રૂપ દ્વારા ગરબાનું આયોજન કરાયું. વડોદરાની સયાજી ક્લબ ખાતે યોજાયેલા આ અનોખા ગરબા આયોજનમાં LGBTQ કોમ્યુનિટીના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા અને મન મૂકીને દિલથી ગરબા રમ્યા હતા. આ પ્રસંગે રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલે પણ હાજર રહી ગરબા રમ્યા હતા.
સંસ્થાના સંસ્થાપક સભ્યો ઇન્દિરા પાઠક અને માયા શર્માએ LGBTQ કોમ્યુનિટી માટે ગર્વભેર ગરબા યોજવા ગંભીરતાથી નક્કી કર્યું અને વિકલ્પે તેને બધા માટે ખુલ્લું પણ બનાવ્યું, જેથી વધુ સાથીઓ સાંસ્કૃતિક ઉત્સવોમાં જોડાઈ શકે અને સમુદાય સાથે બંધાઈ શકે. ગયા વર્ષે સૌપ્રથમ સર્વસમાવેશક ગરબા સફળતાપૂર્વક યોજાયા હતા. તેની સફળતાથી પ્રોત્સાહિત થઈ આ વર્ષે ફરીથી ગરબાનું આયોજન કરાયું હતું.


comments powered by Disqus