માત્ર નવરાત્રીમાં જ ખુલ્લું રહેતું 400 વર્ષ જૂનું મંદિર

Wednesday 09th October 2024 05:00 EDT
 
 

જૂનાગઢઃ શહેરના માગનાથ બજારમાં 400 વર્ષ જૂનું માંગનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પરિસરમાં હીરાગીરી માતાજીનો મઢ આવેલો છે, જે વર્ષમાં ફક્ત નવરાત્રીના નવ દિવસ જ ખુલ્લું રાખવામાં આવે છે. ભક્તો અહીં પોતાની અતૂટ શ્રદ્ધા સાથે દર્શન કરવા આવે છે. જૂનાગઢ માંગનાથ બજારમાં આવેલા માંગનાથ મંદિરમાં હીરાગીરી માતાજીનું મંદિર એક અલગ જ આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધાથી માત્ર નવરાત્રીના નવ દિવસ જ ખુલ્લું રહે છે. જ્યાં નવરાત્રીના પાવન પર્વ પર હીરાગીરી માતાજીના મઢમાં કુંભ સ્થાપન કરી 151 અખંડ જ્યોત પ્રજ્વલિત કરાય છે. આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. આ મઢમાં આસ્થા અને અતૂટ શ્રદ્ધા સાથે ભાવિકો માતાજીનાં દર્શન કરવા માટે ઊમટી પડે છે.


comments powered by Disqus