વેરાવળઃ સોમનાથમાં થયેલી 28 સપ્ટેમ્બરની ડિમોલિશનની કામગીરી અંગે હુકમની અવમાનના અરજી પર સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચ દ્વારા સુનાવણી હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટે આ અંગે શુક્રવારે કહ્યું હતું કે, જો ગુજરાતમાં અધિકારીઓએ બુલડોઝરની કાર્યવાહીના તેમના આદેશની અવગણના કરી છે, તો અમે અધિકારીઓને માત્ર જેલમાં જ નહીં મોકલીએ, પરંતુ તમામ મિલકતો ફરીથી બનાવવાનો આદેશ પણ આપીશું.
મુસ્લિમ જમાતે સુપ્રીમ કોર્ટના 17 સપ્ટેમ્બરના આદેશ ઉલ્લંઘન સામે કાર્યવાહીની માગ કરી હતી. આ સમયગાળા દરમિયાન મુસ્લિમ ધાર્મિક અને રહેણાક સ્થાનો જેમ હતાં તે રીતે રાખવાની માગને નકારી કાઢવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકાર પાસેથી જવાબ માગ્યો છે, જેની આગામી સુનાવણી 16 ઓક્ટોબરે થશે.
ઉલ્લેખનીય છે કે, સોમનાથ મંદિરથી 340 મીટર દૂર કેટલાંક ઘર અને દરગાહ બનાવવામાં આવ્યાં હતાં.

