અતિવ્યસ્તતા વચ્ચે પણ પ્રધાનમંત્રી મોદીની સંબંધ સાચવતી સતર્કતા

Wednesday 10th April 2024 06:43 EDT
 
 

વડોદરાઃ લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસમાં બેથી ત્રણ રાજ્યોમાં મેરેથોન પ્રચાર કરી રહ્યા છે. આટલી વ્યસ્તતા વચ્ચે પણ તેઓ ભાજપના રાજ્યસ્તરનાં કાર્યકરો સાથે કેટલો જીવંત સંપર્ક બનાવી રાખે છે તેનું વધુ એક ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે. વડોદરાના વરિષ્ઠ કાર્યકર ધીમંત ભટ્ટના જન્મદિવસે પ્રધાનમંત્રી મોદીએ વ્યક્તિગત રીતે શુભેચ્છા પાઠવતું ગ્રીટિંગ કાર્ડ મોકલ્યું છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે ધીમંત ભટ્ટને પ્રધાનમંત્રી મોદીએ જ ભંડોળનો હિસાબ- કિતાબ સોંપેલો. પ્રધાનમંત્રી મોદીએ આ વરિષ્ઠ કાર્યકરના પરિવારની મુલાકાત તેમના નિવાસ જઈને પણ કરેલી છે. પ્રધાનમંત્રીની આ કૃતજ્ઞતાથી ધીમંત ભટ્ટે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.


comments powered by Disqus