હિંમતનગરઃ અંબાજી નજીક કોટેશ્વર મહાદેવની પાવન ધરા પર રવિવારે આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજનો નવહતીનો મેળો ભરાયો હતો, જ્યાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજે પોતાનાં મૃત સ્વજનોના અસ્થિ વિસર્જન કર્યાં હતાં.
આદિવાસી ગરાસિયા જ્ઞાતિના લોકો હોળી પછીની વદ તેરસે હજારોની સંખ્યામાં કોટેશ્વરમાં ઊમટ્યા હતા અને સરસ્વતી નદીનાં નિર્મળ જળમાં અને ગૌમુખ કુંડમાં પોતાનાં મૃત સ્વજનોના અસ્થિ વિસર્જન કરી મૃતકોને મોક્ષ પ્રાપ્ત થાય તે માટે આરાધના કરી હતી.

