અમદાવાદઃ ગુજરાતમાં 7 મેએ યોજાનારી 26 લોકસભા બેઠક પૈકી ખેડા એક સમયે કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો. જો કે વર્ષ 2014 અને 2019ની ચૂંટણીના પરિણામોએ ભાજપને જંગી લીડથી જીત અપાવી છે, જેમાં કોંગ્રેસનો ગઢ ભાજપે સર કરી લીધો હતો, જેના પર હજુપણ ભાજપનું જ વર્ચસ્વ છે. એક જમાનામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનશા પટેલ સતત પાંચ વખત સાસંદ તરીકે આ જ બેઠક પરથી ચૂંટાઇ આવ્યા છે. પરંતુ વર્ષ 2014 અને 2019માં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા દેવુસિંહ ચૌહાણને ખેડા લોકસભાના મતદારોએ ખોબલે ખોબલે મત આપીને જીત અપાવડાવે છે.

