કેજરીવાલ અને હેમંત સોરેનના પત્ની ગુજરાતમાં પ્રચાર કરશે

Wednesday 10th April 2024 04:57 EDT
 
 

ગાંધીનગરઃ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનાં પત્ની સુનિતા કેજરીવાલ અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનનાં પત્ની કલ્પના સોરેનને કોંગ્રેસ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે લાવશે. કેજરીવાલ સહિતના ટોચના નેતાઓ જેલમાં છે અને અન્ય નેતાઓ દિલ્હીની પળોજણમાં  હોવાથી ગુજરાતમાં પ્રચાર માટે આવી શકે તેવી સંભાવના ઓછી છે, ઇન્ડિયા ગઠબંધનના નેજા નીચે કોંગ્રેસ સહિત અન્ય પક્ષના નેતાઓ પણ રાજ્યમાં પ્રચાર માટે આવે અને આપના ઉમેદવારો માટે પ્રચાર કરે તે માટે પક્ષ દ્વારા આયોજન કરાઇ રહ્યું છે. 


comments powered by Disqus