ઉનાળો તેની ચરમ પર પહોંચી ચૂક્યો છે, ત્યારે ડાલામથ્થાના અભયારણ્ય ગીરમાં તેનાં પીવાનાં પાણીની ખાસ સુવિધા ઊભી કરાઈ છે. જે અંતર્ગત વનવિભાગ દ્વારા 618 પાણીનાં પોઇન્ટ બનાવાયાં છે. ઉલ્લેખનીય છે કે, ગીરના જંગલમાં 41 પ્રજાતિનાં સસ્તન પ્રાણી, 47 પ્રજાતિનાં સરિસર્પ, 338 પ્રજાતિના નિવાસી અને યાયાવર પક્ષી આવાસ કરે છે.

