દીકરીને ખેડૂતનું પાણીદાર કરિયાવરઃ સાસરે તેના નામે બનાવ્યો ચેકડેમ

Wednesday 10th April 2024 06:43 EDT
 
 

રાજકોટઃ સુરત રહેતા સુનિલભાઈ અને રમાબહેન ધાનાણીએ દીકરી રવિનાને કરિયાવરમાં ચેકડેમની ભેટ આપી છે. રવિનાનાં લગ્ન તળાજાના બેલા ગામના દક્ષેશભાઈ દાખરા સાથે થયાં છે, જેના સાસરે ખેડૂત દ્વારા ચેકડેમ બંધાવવામાં આવશે.
દીકરીના પિતા ખેડૂત સુનિલભાઈના જણાવ્યા પ્રમાણે ચેકડેમ બાંધવાનો નિર્ણય એટલે લીધો કે તેનો પરિવાર પહેલાથી જ ખેતી સાથે સંકળાયેલો છે અને ખેતીમાં પાણીનું મહત્ત્વ એક ખેડૂત સૌથી વધુ જાણે છે. અત્યાર સુધી ધરતીમાતા પાસેથી લીધું છે, હવે તેનું ઋણ ચૂકવવું નૈતિક ફરજ છે, આથી દીકરીના સાસરે ચેકડેમ બનાવવા માટે નિર્ણય લીધો છે. સુનિલભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે દીકરી સમક્ષ આ નિર્ણય રજૂ કરાયો ત્યારે તેને પણ સહર્ષ તેને સ્વીકારી લીધો હતો.


comments powered by Disqus