નવા અવતારમાં ચૂંટણી બોન્ડ લાવવાની કેન્દ્રની તૈયારી

Wednesday 10th April 2024 07:17 EDT
 
research in electoral bond
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઇલેક્ટરોલ બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા બાદ ચૂંટણી ભંડોળ મેળવવા માટેની પદ્ધતિઓ અંગે સરકારમાં વિચાર-મંથન શરૂ થઈ ગયું છે. સરકારે ઈલેક્ટોરલ બોન્ડ જેવી નવી સ્કીમ લાવવાની યોજના બનાવી છે. નાણા મંત્રાલયમાંતેના ઈનોવેટિવ મોડલ પર બે બેઠકો થઈ છે. બેઠકમાં ચર્ચા કરાઈ હતી કે કઈ પદ્ધતિ હોવી જોઈએ જે બંધારણના માપદંડોને પૂર્ણ કરેે.
પીએમ મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ચૂંટણી બોન્ડ સિસ્ટમમાં ખામી હોઈ શકે છે, પણ પૈસા આવવા-જવાના સ્ત્રોતની જાણ તો થાય છે. 2014 પહેલાં પૈસા ખર્ચવામાં આવતા હતા, પરંતુ કોને ખબર હતી કે તે ક્યાંથી આવ્યા અને કોની પાસે ગયા.


comments powered by Disqus