ફોર્મ ભરવા પહેલાં રોડ-શોની ભાજપની નવી રણનીતિ

Wednesday 10th April 2024 04:57 EDT
 
 

ગાંધીનગરઃ ચૂંટણી ફોર્મ ભરવા જતા ઉમેદવારો રોડ- શો યોજતા હોવાથી એ રોડ-શોના નામે લાખો રૂપિયાનો ખર્ચ સંબંધિત ઉમેદવારના ચૂંટણીના ખર્ચમાં ઉમેરાય છે. આથી, આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપે ફોર્મ ભરવાના દિવસને બદલે એક દિવસ પહેલાં રોડ-શો યોજીને જનસમર્થન મેળવવા રણનીતિ તૈયાર કરી છે. રામનવમી પહેલા અને ત્યારબાદ 26 લોકસભામાં ભાજપના ઉમેદવારો બે તબક્કે ચૂંટણી ફોર્મ ભરશે. 12 એપ્રિલે ચૂંટણી નોટિફિકેશન પ્રસિદ્ધ થતાં જ ફોર્મ ભરવા માટે પ્રક્રિયાનો આરંભ થઈ રહ્યો છે. 13 એપ્રિલે બીજો શનિવાર અને 14 એપ્રિલે રવિવારની રજાઓ બાદ 15 અને 16 એપ્રિલ એમ બે દિવસ અને 17મી રામનવમીની રજા બાદ 18, 19 અને 20 એપ્રિલ ત્રણ દિવસ ભાજપે ઉમેદવારી ફોર્મ ભરવાનો વ્યુહ તૈયાર કર્યો છે.


comments powered by Disqus