ભારતે અગ્નિ-પ્રાઇમ ન્યુક્લિયર બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

Wednesday 10th April 2024 07:08 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય રક્ષા અનુસંધાન સંસ્થા એટલે કે DRDOએ ઓડિશાના તટ પરથી 3 એપ્રિલે મોડી રાત્રે પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-પ્રાઇમનું સફળ પરીક્ષણ કર્યું. અગ્નિ-પ્રાઇમ મિસાઇલ ટૂંક સમયમાં સેનામાં અગ્નિ-1નું સ્થાન લેશે.
અગ્નિ-પ્રાઇમની ખાસિયત
આ મિસાઇલ ઉચ્ચ તીવ્રતા ધરાવતા વિસ્ફોટક, થર્મોબેરિક અથવા પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ છે. આ મિસાઇલના નોઝ પર 1500થી 3 હજાર કિલોના વોરહેડ પણ લગાવાઈ શકાય છે, જે બે સ્ટેજની રોકેટ મોટર પર ચાલનારી મિસાઇલ છે. આ મિલાઇલનું વજન 11 હજાર કિલો છે, જે સોલિડ ફ્યૂઅલ પર ચાલે છે. આ મિસાઇલને ભારતની સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ હેઠળ સંચાલિત કરાશે. 34.5 ફૂટ લાંબી અગ્નિ-પ્રાઇમ પર એક અથવા મલ્ટિ ટાર્ગેટેબલ રિએન્ટ્રી વ્હીકલ વોરહેડ લગાવાઈ શકાય છે, એટલે કે એકસાથે ઘણા ટાર્ગેટ પર હુમલો કરવામાં તે સક્ષમ છે.


comments powered by Disqus