મહારાષ્ટ્રથી મક્કા-મદીના પગપાળા નીકળેલાં દંપતીનું ભરૂચમાં સ્વાગત

Wednesday 10th April 2024 06:43 EDT
 
 

અંકલેશ્વરઃ મહારાષ્ટ્રના પાલઘરથી મક્કા મદીના સુધી 7500 કિ.મી. પગપાળા કરી હજયાત્રાએ નીકળેલાં પતિ-પત્ની ભરૂચ જિલ્લામાં આવી પહોંચતાં મુસ્લિમ બિરાદરો દ્વારા તેમનું સ્વાગત કરી સફર માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
મહારાષ્ટ્રના પાલઘરના શના અને તેમના પતિ અઝીમ અન્સારી એકસાથે મહારાષ્ટ્રથી મક્કા-મદીના સુધી પગપાળા હજયાત્રાએ નીકળ્યાં છે. ભરૂચના મુસ્લિમ બિરાદરોએ તેમનું સ્વાગત કરી આ સફર માટે શુભેચ્છા પાઠવી હતી.
શના અન્સારીએ જણાવ્યું હતું કે, માત્ર મેં જ મદીના સુધી ચાલતા જવાની ઇચ્છા વ્યક્ત કરી છે, પરંતુ મારા પતિ અઝીમ પણ મને સાથ આપવા મારી સાથે આવી રહ્યા છેે. અમે ગુજરાતથી રાજસ્થાન, પંજાબથી વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન, ઇરાન, ઈરાક એમ 5 દેશથી પસાર થઈને 1 વર્ષની સફર કરી 7500 થી વધુ કિલોમીટરની યાત્રા કરીને મક્કા-મદીના પહોંચી હજ પઢીશું.


comments powered by Disqus