અમદાવાદઃ મુન્દ્રામાં વર્ષ 2021માં પકડાયેલા 21 હજાર કરોડના હેરોઇન ડ્રગ્સ કેસના આરોપી બલવિન્દરસિંઘ સંધુ ઉર્ફે જોબનજિત ભુજ પોલીસને અમૃતસરમાં ચકમો આપી પલાયન થયાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે, ત્યારે જોબનજિત વિદેશ ફરાર થઈ ગયો હોવાની શંકા પોલીસ સેવી રહી છે.
અમૃતસર પોલીસ એવું માને છે કે, ગુજરાતની ભુજ પોલીસની બેદરકારીથી ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંકળાયેલો નામચીન આરોપી ફરાર થયો છે, તો બીજી તરફ પશ્ચિમ કચ્છ પોલીસે આરોપીને ભગાડવામાં પંજાબમાં કોની સંડોવણી હતી તે અંગે તપાસ કરવાની ચેષ્ટા પણ કરી નથી. પશ્ચિમ કચ્છ પોલીસ વડા અને ઈન્ચાર્જ રેન્જ આઇજીપી પણ સંપર્કવિહોણા રહ્યા હતા.

