શાળામાં બાળકોને દારૂના ગીત પર ડાન્સ કરાવાતાં વિવાદ

Wednesday 10th April 2024 06:43 EDT
 
 

વીરપુરઃ મહિસાગર જિલ્લાના વીરપુરની એક શાળાના વાર્ષિક કાર્યક્રમમાં બાળકો પાસે દારૂ પર બનેલા ‘હાથમાં છે વ્હીસ્કી અને આંખોમાં પાણી, બેવફા સનમ તારી બહુ મહેરબાની’ ગીત પર ડાન્સ કરાવતો વીડિયો વાઇરલ થયો હતો. આ અંગે વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ ગીત પસંદ કરનારા શાળાના શિક્ષક પર વાલીઓ પણ રોષે ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. વાલીઓ દ્વારા આ સ્કૂલના શિક્ષક અને સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. બીજી તરફ સ્કૂલ સંચાલકો દ્વારા આ સમગ્ર ઘટનાને સ્કૂલને બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો.


comments powered by Disqus