જૂનાગઢઃ ગુજરાત હાઇકોર્ટમાં ગિરનાર પર અંબાજી અને દત્તાત્રેય મંદિર પાસે ગંદકીને લઈને જાહેરહિતની અરજી કરાઈ હતી. જે સંદર્ભે 5 જાન્યુઆરીએ ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી.
કલેક્ટર દ્વારા અહીં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી યાત્રાળુઓને માટીના કુલ્લડ, પેપર કપમાં પાણી આપવા પ્લાન બનાવાયો છે. કોર્ટે અહીં મોટી ટેન્ક બનાવવા આદેશ કર્યો છે, જેથી આસપાસના વેપારીઓ 20 લિટરના કન્ટેનરમાં ભરી પાણી વેચી શકે.

