જૂનાગઢઃ કૃષિ યુનિવર્સિટીનો 19મો પદવીદાન સમારંભ યોજાયો, જેમાં વિવિધ વિદ્યાશાખાના કુલ 628 વિદ્યાર્થીને પદવી એનાયત કરવામાં આવી. ગુજરાતના રાજ્યપાલ અને જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આ પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં 64 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને રોકડ પુરસ્કાર એનાયત કરાયા.
કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી જણાવ્યું હતું કે, ‘દીક્ષાંતનું ખૂબ મહત્ત્વ છે. ડિગ્રી લઈને તમે જ્યારે જઈ રહ્યા છો, ત્યારે સમાજમાં લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા આગળ વધો તેવી શુભકામના.’
રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે, ‘વર્તમાન સમયમાં કૃષિ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, તેના પર ચિંતનની આવશ્યકતા છે.

