તીથલ કિનારો 51,101 દીવડાથી ઝળહળશે

Wednesday 10th January 2024 05:41 EST
 
 

વસલાડઃ અયોધ્યાની પવિત્ર ધરતી પર શ્રીરામ મંદિરના અતિભવ્ય પ્રસંગની પૂર્વ સંધ્યાએ 21 જાન્યુઆરીએ વલસાડનો દરિયાકિનારો પણ 51,101 દીવડાની રોશનીથી ઝળહળી ઊઠશે. આ આહલાદક નજારો ઊભો કરવા માટે હિન્દુ સેવા સંસ્થાના કાર્યકરોએ તમામ તૈયારી હાથ ધરી છે.
500 વર્ષના સંઘર્ષ પછી ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. 22 જાન્યુઆરીના રોજ જન્મભૂમિ અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઇ સમગ્ર દેશમાં આનંદની લાગણી ફેલાઈ છે, ત્યારે આ ગૌરવવંતી ક્ષણોની પૂર્વ સંધ્યાએ 21 જાન્યુઆરીએ સમગ્ર વિશ્વમાં હિન્દુ સમાજે બીજી દિવાળી ઊજવવાનું નક્કી કર્યું છે. આ કાર્યક્રમ મુજબ વલસાડ ખાતે હિન્દુ સેવા સંસ્થા અને સર્વ હિન્દુ સમાજ દ્વારા 21 જાન્યુઆરીએ વલસાડના તીથલ ખાતે 51,101 જેટલા દીવડા પ્રગટાવી દરિયાકિનારાને રોશનીથી ઝળહળતો કરાશે.


comments powered by Disqus