દેશને આપદાથી બચાવવા PRITHvi Vigyan સ્કીમ મંજૂર

Wednesday 10th January 2024 06:05 EST
 
 

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા પૃથ્વી વિજ્ઞાન સ્કીમને મંજૂરી આપી દેવાઈ છે. આ યોજના વર્ષ 2026 સુધી લાગુ રહેશે, જેની લાગત રૂ. 4797 કરોડ છે.
આ યોજના હેઠળ સમગ્ર દેશમાં સસ્ટેનેબલ રીતે જીવિત અને નિર્જીવ રિસોર્સ શોધવા, સંભાળવા અને સંરક્ષિત રખાશે. જે અંતર્ગત ત્રણેય ધ્રુવ આર્કટિક, એન્ટાર્કટિકા અને હિમાલય પર નજર રાખવામાં આવશે. ઉપરાંત હવામાન સંબંધી ચેતવણીઓ, સમુદ્રી તોફાન, ચક્રવાતી તોફાન, પૂર, ગરમી, થન્ડર સ્ટોર્મ, વીજળીના પડવા, સુનામી અને ભૂકંપ જેવી આપત્તિઓની જાણકારી મળી રહેશે. આ યોજના અંતર્ગત હાલમાં પાંચ ઉપયોજના કાર્યરત્ છે.


comments powered by Disqus