બિદડામાં કે.એમ. પટેલ નેચર ક્યોર થેરાપી સેન્ટરનું રાજ્યપાલના હસ્તે લોકાર્પણ

Wednesday 10th January 2024 04:59 EST
 
 

ભુજઃ ‘પ્રાકૃતિક ચિકિત્સા મનુષ્યનો પ્રકૃતિ સાથેનો પુન: સંપર્ક સાધવાની પદ્ધતિ છે. પાંચ તત્ત્વોનું બનેલું મનુષ્ય શરીર પાંચ તત્ત્વોના અસંતુલનથી બગડે છે. નેચર ક્યોર આ પાંચ તત્ત્વથી શરીરને સંતુલિત કરવાની વિધિ છે, ત્યારે સરહદી કચ્છના બિદડામાં દાનવીરોના દાનથી ચાલતી હોસ્પિટલમાં પ્રાકૃતિક ચિકિત્સા પ્રદાન કરવા જે કાર્ય આરંભાયું છે તે અભિનંદનને પાત્ર છે’ એમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે.એમ. પટેલ આરોગ્યધામ ખાતે નેચર ક્યોર થેરપી સેન્ટરનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું. રાજ્યપાલે આ પ્રસંગે હોસ્પિટલના પાયાના પથ્થર સ્વ. બચુભાઈ રાંભિયાને યાદ કરતાં જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારના લોકોના કલ્યાણ માટે સ્થાપેલી હોસ્પિટલ આજે વટવૃક્ષ બનીને દીનદુખિયાઓ માટે કાર્ય કરી રહી છે. દરેક પ્રકારની આરોગ્ય સેવા આપતી આ હોસ્પિટલમાં કાર્યરત્ નેચર ક્યોર થેરપી સેન્ટર લોકોને પ્રકૃતિની વધુ નજીક લઈ જઈને આરોગ્ય પ્રદાન કરશે. 


comments powered by Disqus