નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પાકિસ્તાનથી પરત લાવવા ભારતે પાક. સામે 9 મિસાઈલ તાણી દીધી હતી તેવો દાવો ભૂતપૂર્વ હાઈ કમિશનર અજય બિસારિયાએ તેમના પુસ્તક ‘એંગર મેનેજમેન્ટ: ધ ટ્રબલ્ડ ડિપ્લોમેટિક રિલેશન્સ બિટવીન ઈન્ડિયા પાકિસ્તાન’માં કર્યો હતો.
મીડિયા હેવાલ મુજબ, પુસ્તકમાંના દાવા મુજબ પુલવામા હુમલા બાદની ઘટનામાં અભિનંદનને બચાવવા ભારતે પાક. સામે નવ મિસાઈલ તાકી છે અને હુમલાની તૈયારીમાં હોવાના અહેવાલ બાદ તત્કાલીન વડાપ્રધાન ઈમરાન ખાને અડધી રાત્રે મોદીને ફોન કર્યો હતો. ઈસ્લામાબાદથી ફોન આવ્યા બાદ કોઈ મહત્ત્વનો સંદેશ હોય તો જણાવી શકો છો તેમ કહી મોદીએ વાત કરવાથી ઈન્કાર કર્યો હોવાનું બિસારિયાએ તત્કાલીન હાઈ કમિશનર સાહેલ મહમૂદને જણાવ્યું હતું.

