મુખ્ય યજમાન લાકડાંની પાટ પર પોઢશેઃ આકરાં નિયમ પાળવા પડશે

Wednesday 10th January 2024 06:01 EST
 
 

અયોધ્યાઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો સમય જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ-તેમ જ હવે ઉત્સાહનો સંચાર વધી રહ્યો છે. મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિધિ મુદ્દે રોજ નવીને નવી જાણકારી સામે આવી રહી છે. સૂત્રોના અનુસાર પ્રાણપ્રતિષ્ઠા સમારંભ સંપૂર્ણ પણે સનાતની અને વૈદિક પરંપરાઓ અનુસાર યોજાશે. 22 જાન્યુઆરીના રોજ 84 સેકન્ડ માટેના અભિજિત મુહૂર્તમાં આયોજિત થનારા આ સમારંભના મુખ્ય યજમાનપદે એક દંપતી રહેશે. દંપતીએ 15 જાન્યુઆરીના રોજથી જ ઉપવાસ, જય, તપ, હવન, સ્નાન અને દાન સહિતના 45 નિયમોનું સખ્તાઈપૂર્વક પાલન કરવાનું રહેશે. તેમણે લાકડાંની ચોકી (પાટ) પર સૂવું પડશે. બહ્મચર્યાનું પાલન કરવું પડશે.
 રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદદેવગિરિ મહારાજે પ્રાણપ્રતિષ્ઠાના યજમાન માટે નિયમો વિશે કાશીના વિદ્વાન પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ પાસે સલાહ માગી હતી. તેમણે ખજાનચીને મોકલેલા પત્રમાં કહ્યું હતું કે, મુખ્ય યજમાને આઠ દિવસ સુધી તમામ 45 નિયમોનું પાલન કરવું પડશે. તેમાં પ્રાયશ્ચિત, ગૌદાન, દર્શાવધ સ્નાન, પ્રાયશ્ચિત શૌર, પંચગવ્યપ્રાશન પણ સામેલ છે. અને તેમણે નિયમો અનુસાર પોતાની જીવનચર્યા પણ બદલવાની રહેશે.


comments powered by Disqus