ભુજઃ એશિયાના સૌથી મોટા ઉત્સવો પૈકી એક કચ્છના રણોત્સવમાં સહેલાણીઓને હવે સોમનાથ મહાદેવનાં લાઇવ દર્શન કરી શકશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું વ્યવસ્થાપન કરતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ચેતનાનો પ્રસાર કરવાના ઉદ્દેશ્ય સાથે રણોત્સવમા ‘પ્રભાસ તીર્થમાં સોમનાથ’ પ્રદર્શન શરૂ કરાયું છે. જેમાં તેના ઇતિહાસ, સભ્યતા અને સરદાર પટેલના યોગદાનનું વર્ણન કરાયું છે.

