રાજકોટમાં CJI ચંદ્રચૂડનું ‘જય શ્રીકૃષ્ણ, કેમ છો?’ કહી જાહેરસભાને સંબોધન

Wednesday 10th January 2024 05:00 EST
 
 

રાજકોટ: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડે રાજકોટમાં રૂ.110 કરોડના ખર્ચે નિર્માણ પામેલા કોર્ટના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. જસ્ટિસ ચંદ્રચૂડે પ્રાસંગિક પ્રવચન ‘જય શ્રીકૃષ્ણ, કેમ છો, મજામાં છો ને?’ બોલીને શરૂ કરી હતી. ગુજરાતમાં તેમના પ્રવચનથી ઉપસ્થિત તમામ વકીલો સહિતના મહાનુભાવો આફરીન પોકારી ગયા હતા. તેમણે કહ્યું કે, નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાની બાબતને ન્યાય વ્યવસ્થામાં હંમેશાં પ્રાથમિકતા મળવી જોઈએ. ન્યાય માટે સુપ્રીમ કોર્ટ પહેલા સ્થાનિક કોર્ટમાં જતા નાગરિકને ન્યાયમાં અડગ શ્રદ્ધા રહે તે જોવાનું કામ ન્યાય ક્ષેત્રના પ્રહરીઓનું છે. ગુજરાતીઓની હૈયાઉકલત અને કોઠાસૂઝનો ઉલ્લેખ કરતા જસ્ટિસ ચંદ્રચૂડે સમસ્યાના નિરાકરણ માટેની 'ચાય પે ચર્ચા’ જેવી કાર્યપ્રણાલીની પ્રશંસા કરી હતી.


comments powered by Disqus