રાજકોટમાં દેશનો પ્રથમ લાયન સફારી પાર્ક બનશે

Tuesday 09th January 2024 04:59 EST
 
 

રાજકોટઃ મોદી સરકારની મંજૂરીથી રાજકોટમાં દેશનું પ્રથમ લાયન સફારી પાર્ક મનપા દ્વારા બનાવાશે. રાજકોટમાં 33 હેક્ટર જગ્યામાં રૂ. 30 કરોડના ખર્ચે આ લાયન સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવશે. આ સફારી પાર્ક વર્ષ 2026 સુધી તૈયારી થઈ જશે અને જીપમાં બેસીને લોકો સિંહદર્શન કરી શકાશે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા પાર્ક બનાવાની મંજૂરી મળતાં વન બનાવવા પ્લાન્ટેશન શરૂ કરી દેવાયું છે. આજીડેમ અને પ્રદ્યુમ્ન પાર્ક ઝૂના 13 સિંહમાંથી એક ગ્રૂપને સફારી પાર્કમાં મુકાશે. ગીરના જંગલ જેવી આબોહવા માટે અલગ અલગ વૃક્ષારોપણ કરાઈ રહ્યું છે.
મનપાના કમિશનરે શું જણાવ્યું ?
રાજકોટ મનપાના કમિશનર આનંદ પટેલે જણાવ્યું કે, આપણે મહાનગરપાલિકા તરફથી લાયન સફારી બનાવવાનું પણ નક્કી કર્યું છે. જે સંદર્ભ પ્લાન્ટેશનની જે કામગીરી હોય તે ઓલરેડી કરવામાં આવેલી છે, સાથોસાથ 33 હેક્ટર જેટલી જમીનને ઓલ ઓવર નેશનલ ઝૂ ઓથોરિટીના નામ પ્રમાણે સફારી બનાવવાની હોય છે, તે પ્રમાણે આપણે કામગીરી ચાલુ કરી છે.
આપણી પાસે લાયન બ્રીડિંગ સેન્ટર પણ આવેલું છે. વધુમાં તેમણે કહ્યું કે, આ સફારી અંગેની પ્રપોજલ નેશનલ ઝૂ ઓથોરેટિને મોકલી અપાઈ છે, જેના પ્રત્યુત્તરરૂપે તેમના તરફથી કેટલાંક સૂચનો પણ પણ મળ્યાં છે.


comments powered by Disqus