રૂ. 10 લાખનો ઈનામી હિઝબુલ આતંકી જાવેદ ઝડપાયો

Wednesday 10th January 2024 06:11 EST
 
 

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ગુરુવારે હિઝબુલ મુજાહિદ્દીનના મોસ્ટ વોન્ટેડ આતંકી જાવેદ અહેમદ મટ્ટુની કેન્દ્રીય એજન્સીના સહયોગથી દિલ્હી પોલીસે નિઝામુદ્દીનથી ધરપકડ કરી છે. આતંકી જાવેદ પર રૂ. 10 લાખનું ઈનામ જાહેર કરાયું હતું. તે જમ્મુ-કાશ્મીરમાં અનેક આતંકી ઘટનામાં વોન્ટેડ હતો. દિલ્હીમાં 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી પૂર્વે આ મોટી કાર્યવાહી મનાઈ રહી છે.


comments powered by Disqus