વિદેશથી સૌરાષ્ટ્રના વિવિધ સરનામે ડ્રગ્સની ડિલિવરી મગાવી પેડલર કોલકાતામાં વેચતો

Wednesday 10th January 2024 05:34 EST
 
 

રાજકોટઃ અમેરિકાથી પાર્સલમાં ડ્રગ્સ મગાવવાના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં વધુ એક આરોપીની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછરપછમાં આરોપી સૌરાષ્ટ્રના અલગ-અલગ એડ્રેસ પર ડ્રગ્સ મગાવતો હતો અને બાદમાં કોલકાતા ખાતે તેની ડિલિવરી મેળવી કોલકાતામાં હાઇબ્રીડ ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે.
મહત્ત્વનું છે કે, હત્યાના ગુનામાં જેલમાં ગયેલો આરોપી ડ્રગ્સ પેડલર બનીને બહાર આવ્યો હતો, જે બાદમાં સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ રેકેટનું સંચાલન કરવા લાગ્યો હતો. અમદાવાદની ફોરેન પાસપોર્ટ ઓફિસ ખાતે ત્રણ મહિના પહેલાં બુક તથા ટેડીબિયરમાં સપ્લાય થતાં હાઇબ્રીડ ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો સાઇબર ક્રાઇમે પર્દાફાશ કર્યો હતો, જે અંતર્ગત આરોપી કાર્તિક રાજબંસીની ધરપકડ કરાઈ છે. સાઇબર ક્રાઇમે કબજે કરેલાં 20 પાર્સલ પૈકી 4 પાર્સલ આરોપી કાર્તિકને મળવાનાં હતાં. જો કે પોલીસ તપાસમાં તેની વિગત મળી આવતાં સાઇબર ક્રાઇમે તેની કોલકાતાથી ધરપકડ કરી છે. આ સાથે જ 2020થી તે ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું પણ સામે આવ્યું છે.


comments powered by Disqus