સુરતમાં બનાવવામાં આવી માતા સીતાની સાડી

Wednesday 10th January 2024 05:38 EST
 
 

અયોધ્યામાં નિર્માણ પામેલા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉજવણીનો માહોલ છવાયો છે. આ મહોત્સવને લઈ સુરત કાપડ માર્કેટના વેપારીઓમાં પણ અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાપડ માર્કેટમાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈ દિવાળીની જેમ ઉજવણી કરવાનું આયોજન છે, ત્યારે ટેક્સટાઇલ યુવા બ્રિગેડ સંગઠન દ્વારા સુરતથી દેશનાં રામમંદિરોમાં ડિમાન્ડ મુજબ વિનામૂલ્યે માતા સીતા માટે ભગવાન રામની છબિ સાથેના રામમંદિરની ડિઝાઇનવાળી સાડી મોકલવામાં આવશે. હાલ સુરતના મંદિરમાં આ સાડીને અર્પણ કરવામાં આવી હતી, તેમજ અયોધ્યા અને જનકપુર પણ મોકલવામાં આવશે. ડિજિટલ પ્રિન્ટિંગથી તૈયાર કરેલી સાડા છ મીટરની સાડીમાં અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરનું દૃશ્ય પ્રિન્ટ કર્યું છે.


comments powered by Disqus