નવી દિલ્હીઃ એઇમ્સ ખાતે તાજેતરમાં વિશ્વની સૌથી યુવાન પાંચ વર્ષની બાળકીની જાગૃત અવસ્થામાં બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી. તેના મગજના ડાબી તરફના હિસ્સામાં પેરિસિલ્વિયન એન્ટ્રા એક્સિયલ બ્રેઇન ટ્યૂમર માટે ક્રેનિયોટોમી એટલે કે કોન્શિયસ સેડિશન ટેકનિક દ્વારા તેની સર્જરી કરવામાં આવી હતી. આ પ્રકારની ટેકનિક દ્વારા જાગૃત અવસ્થામાં બ્રેઇન સર્જરી કરવામાં આવી હોય તેવી આ વિશ્વની સૌથી નાની બાળ દર્દી હતી. મગજના ઓપરેશન દરમિયાન આ બાળકીએ ડોક્ટરો તેમજ તેમની ટીમને પૂરેપૂરો સહયોગ આપ્યો હતો અને ઓપરેશન પૂરું થયું ત્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ રહી હતી. જાગૃત અવસ્થામાં તેના મગજનું ઓપરેશન કરાયું હતું. પાંચ વર્ષની બાળકીએ જાગૃત અવસ્થામાં બ્રેઇન સર્જરી માટે સહયોગ આપીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. તો ડોક્ટર્સની ટીમે પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.

