50 વૈશ્વિક કંપનીઓ બાંગ્લાદેશની જગ્યાએ સુરત ગાર્મેન્ટ ઉદ્યોગ સાથે કરાર કરવા તૈયાર

Wednesday 11th December 2024 05:11 EST
 
 

સુરતઃ વર્ષોથી સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ દેશભરમાં નામના મેળવી રહ્યો છે, ત્યારે હવે તે વિદેશમાં પણ નામ કમાઈ રહ્યો છે. બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાની સ્થિતિમાં હવે સુરતના કાપડ ઉદ્યોગને મોટો લાભ મળી રહ્યો છે. આ સ્થિતિમાં વિશ્વની 50 કંપનીઓ બાંગ્લાદેશની જગ્યાએ સુરત ગાર્મેન્ટ ઉદ્યોગમાં MoU કરવા તૈયાર થઈ છે.
વિશ્વની 50થી વધુ મોટી મલ્ટિનેશનલ કંપનીના બાઇંગ હાઉસ સુરતના ઉદ્યોગકારોનો સંપર્ક કરી રહ્યા છે, કારણ કે તેઓ હવે ગાર્મેન્ટિંગ કામ સુરતમાં કરાવવા માગે છે. આ માટે MoU કરાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે, જેના કારણે ગણતરીના દિવસોમાં જ સુરતને રૂ. 100 કરોડથી પણ વધુનો વેપાર મળી ગયો છે.
તમામ સુવિધા એક જ સ્થળે ઉપલબ્ધ
સુરત સિન્થેટિક ફેબ્રિક માટે સૌથી મોટું હબ છે. અગાઉ અહીંથી જે કાપડ બાંગ્લાદેશ મોકલાતું હતું, એ હવે સુરતમાં જ ગાર્મેન્ટિંગ માટે વપરાશે. બાંગ્લાદેશમાં જે વાતાવરણ છે એનાથી તમામ કંપનીઓ ડરી ગઈ છે. આ ઉપરાંત કંપનીઓને એક જ સ્થળે તમામ સુવિધા ઉપલબ્ધ થશે.


comments powered by Disqus