ગોધરાના યુવકના પગમાં પ્લાસ્ટિકની લાગેલી પાઇપ બધાનું ધ્યાન ખેંચી રહી હતી. મિકેનિક યુવાન મુન્ના મિશ્રાએ અકસ્માતમાં પગ ગુમાવ્યા બાદ કૃત્રિમ પગની મદદે ફરતા હતા. જો કે થોડા સમય બાદ તકલીફો ઊભી થતાં તેણે પોતાની કોઠાસૂઝથી પ્લાસ્ટિક પાઇપનો ઉપયોગ કરીને પગમાં ફિટ કરી દીધો હતો.

