સુરતઃ લાંબા સમયથી સુસ્ત ચાલતો સુરતનો હીરાઉદ્યોગ ફરી એક વખત રાષ્ટ્રીયકક્ષાએ ચમકમાં આવ્યો છે. રાજ્યસભાના સાંસદ અને હીરા ઉદ્યોગકાર ગોવિંદભાઈ ધોળકિયાની કંપનીમાં 2.12 કેરેટના એક જ ડાયમંડથી ભારતનો નકશો તૈયાર કરાયો છે, જેને ‘નવભારત રત્ન’ નામ અપાયું છે. કારીગરોની 62 કલાકની મહેનતના અંતે તૈયાર કરાયેલો આ અનોખો ડાયમંડ ગોવિંદભાઈ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટમાં આપવામાં આવ્યો હતો.
રિઅલ ડાયમંડમાં ડિઝાઇન બનાવવી મુશ્કેલ
સુરતના હીરાઉદ્યોગના ઇતિહાસમાં રિયલ ડાયમંડની અંદર કોઈ આકાર આપવામાં આવ્યો હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. રૂટિન જ્વેલરીની અંદર 10થી 12 પ્રકારના હીરાના આકાર માર્કેટમાં મળતા હોય છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવેલા રિઅલ ડાયમંડની અંદર ભારતનો નકશો કોતરવામાં આવ્યો છે, જે અતિદુર્લભ માની શકાય તેમ છે. રિઅલ ડાયમંડમાં જ્યારે રફ મળતો હોય છે, ત્યારે તેમાં આકાર લાવવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. મોટાભાગે તે શક્ય થતું પણ નથી. વડાપ્રધાનને આપવામાં આવેલો રિઅલ ડાયમંડ ભારતના નકશાના આકારમાં હોવાના કારણે તેને અમૂલ્ય માની શકાય તેમ છે.
‘નવભારત રત્ન’ અંદાજિત રૂ. 25 લાખનો
નવભારત રત્નની અંદાજિત કિંમત રૂ. 25 લાખ કરતાં વધુ હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. રફ ડાયમંડનું વજન અને ત્યારબાદ આ પ્રકારની તેમાં ડિઝાઇન બહાર લાવવી એ ખૂબ જ મુશ્કેલ છે, જેના કારણે આ હીરાની કિંમત ખૂબ વધી જાય છે. જે વજનમાં રિઅલ ડાયમંડ આપવામાં આવ્યો છે તેનું વજન અને તેની પાછળની મજૂરીના અંદાજ લગાવ્યા બાદ તેની કિંમત રૂ. 25 લાખ કરતાં વધુ આંકવામાં આવી રહી છે.
સુરતઃ લાંબા સમયથી સુસ્ત ચાલતો સુરતનો હીરાઉદ્યોગ ફરી એક વખત રાષ્ટ્રીયકક્ષાએ ચમકમાં આવ્યો છે. રાજ્યસભાના સાંસદ અને હીરા ઉદ્યોગકાર ગોવિંદભાઈ ધોળકિયાની કંપનીમાં 2.12 કેરેટના એક જ ડાયમંડથી ભારતનો નકશો તૈયાર કરાયો છે, જેને ‘નવભારત રત્ન’ નામ અપાયું છે. કારીગરોની 62 કલાકની મહેનતના અંતે તૈયાર કરાયેલો આ અનોખો ડાયમંડ ગોવિંદભાઈ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટમાં આપવામાં આવ્યો હતો.રિઅલ ડાયમંડમાં ડિઝાઇન બનાવવી મુશ્કેલસુરતના હીરાઉદ્યોગના ઇતિહાસમાં રિયલ ડાયમંડની અંદર કોઈ આકાર આપવામાં આવ્યો હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. રૂટિન જ્વેલરીની અંદર 10થી 12 પ્રકારના હીરાના આકાર માર્કેટમાં મળતા હોય છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવેલા રિઅલ ડાયમંડની અંદર ભારતનો નકશો કોતરવામાં આવ્યો છે, જે અતિદુર્લભ માની શકાય તેમ છે. રિઅલ ડાયમંડમાં જ્યારે રફ મળતો હોય છે, ત્યારે તેમાં આકાર લાવવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. મોટાભાગે તે શક્ય થતું પણ નથી. વડાપ્રધાનને આપવામાં આવેલો રિઅલ ડાયમંડ ભારતના નકશાના આકારમાં હોવાના કારણે તેને અમૂલ્ય માની શકાય તેમ છે.‘નવભારત રત્ન’ અંદાજિત રૂ. 25 લાખનોનવભારત રત્નની અંદાજિત કિંમત રૂ. 25 લાખ કરતાં વધુ હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. રફ ડાયમંડનું વજન અને ત્યારબાદ આ પ્રકારની તેમાં ડિઝાઇન બહાર લાવવી એ ખૂબ જ મુશ્કેલ છે, જેના કારણે આ હીરાની કિંમત ખૂબ વધી જાય છે. જે વજનમાં રિઅલ ડાયમંડ આપવામાં આવ્યો છે તેનું વજન અને તેની પાછળની મજૂરીના અંદાજ લગાવ્યા બાદ તેની કિંમત રૂ. 25 લાખ કરતાં વધુ આંકવામાં આવી રહી છે.

