આગામી નવરાત્રી-દિવાળી આસપાસથી ભુજ-અમદાવાદ વચ્ચે 110 કિમીની ઝડપે વંદે ભારત ટ્રેન દોડતી થશે તેવા અહેવાલ છે. ભુજ-અમદાવાદ વચ્ચે વંદે ભારતની ટ્રાયલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. ઔદ્યોગિક અને પ્રવાસનને સાંકળતા કચ્છથી વંદે ભારત નજીકના ભવિષ્યમાં મુંબઈથી ભુજ વાયા અમદાવાદ દોડાવાય તેવી સંભાવના છે.

