SBIએ સુપ્રીમ કોર્ટને સોંપ્યો ઇલેક્ટોરલ બોન્ડનો ડેટા

Wednesday 13th March 2024 08:35 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેન્કે ચૂંટણી બોન્ડનું વિવરણ રજૂ કરતો રિપોર્ટ ચૂંટણી પંચને સોંપી દીધો છે. સુપ્રીમ કોર્ટે એસબીઆઇને 24 કલાકમાં આ રિપોર્ટ ચૂંટણીપંચને સોંપવા માટે આદેશ કર્યો હતો. આ અંગે ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એસબીઆઇ દ્વારા ચૂંટણીપંચને ચૂંટણી ફંડને લગતી જાણકારી સોંપી છે. ચૂંટણીપંચ દ્વારા આ ફંડના આ વિવરણને 15 માર્ચ સુધી સાર્વજનિક કરવામાં આવશે. એસબીઆઇએ આ અંગે પહેલાં 30 જૂન સુધીનો સમય માગ્યો હતો.


comments powered by Disqus