મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત અમઘવાદ-ગાંધીનગર વચ્ચે ફેઝ-૨ પ્રોજેક્ટમાં મેટ્રો રેલનાં ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યા છે. જેની શરૂઆત જીએનએલયુ અને ગિફ્ટ સિટી વચ્ચે કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મહાત્મા મંદિર અને ગિફ્ટ સિટી લીંક સુધીનાં પ્રોજેક્ટમાં મેટ્રો રેલ ૨૮ કિલોમીટર સુધી દોડશે અને ૨૨ સ્ટેશન ખાતે ઊભી રહેશે. પ્રાયોરિટી પ્રમાણે ૨૧ કિલોમીટરમાં મોટેરા સ્ટેડિયમથી સેક્ટર એક સુધી તથા જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધી તબક્કાવાર ટ્રાયલ રન કરાવવામાં આવશે અને ત્યારબાદ મેટ્રો રેલ સેફ્ટી કમિશનરની ચકાસણી બાદ મે-જૂનમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન ઘેડતી થઇ જશે.

