અમદાવાદ - મુંબઈ વચ્ચે વધુ એક વંદે ભારતઃ 10 વંદે ભારત ટ્રેનને લીલીઝંડી

Wednesday 13th March 2024 06:42 EDT
 
 

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન મંગળવારે 12 માર્ચે અમદાવાદમાં રેલવેના 85 હજાર કરોડથી વધારેના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ 10 નવી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આગામી 5 વર્ષમાં રેલવેની કાયાપલટ થશે. સરકાર વંદે ભારત ટ્રેનના રૂટને લંબાવી રહી છે. નવી વંદે ભારત ટ્રેન દેશના 250 જિલ્લામાં પહોંચી છે.
અમારી સરકારે રેલવે બજેટને 6 ગણું વધાર્યું
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, અમારી સરકારે રેલવે બજેટને 6 ગણું વધાર્યું છે. પહેલાં ભારતીય રેલવે રાજનીતિનો શિકાર બનતી હતી. રેલવે સ્ટેશન ગંદકીથી ખદબદતાં હતાં. હું વિકાસની ગતિ ક્યારેય ધીમી પડવા દેતો નથી. હાલ જે કામ ચાલે છે તે ટ્રેલર છે, મારે હજુ આગળ ઘણું કરવાનું છે. 2014થી દેશના રેલવે વિભાગમાં ક્રાંતિ આવી છે. કેન્દ્ર સરકાર વંદે ભારત ટ્રેનના રૂટ લંબાવી રહી છે.


comments powered by Disqus