અમદાવાદમાં લંડન આઇ જેવું આકર્ષણ ઊભું થશેઃ ઈમેજિકા એમ્યુઝમેન્ટ પાર્ક બનાવશે

Wednesday 13th March 2024 07:22 EDT
 
 

અમદાવાદઃ રિવરફ્રન્ટ સ્થાનિક લોકોની સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે અમદાવાદમાં ફરી એક નવું નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. હાલમાં રિવરફ્રન્ટ પર રિવરક્રૂઝ, વોટર એક્ટિવિટી, ફ્લાવર પાર્ક, અટલ બ્રિજ સહિતનાં આકર્ષણો છે, ત્યારે હવે વધુ એક નવું આકર્ષણ રિવરફ્રન્ટ પર અટલ બ્રિજના પૂર્વ છેડે 46 હજાર સ્ક્વેર મીટરમાં વાઇબ્રન્ટ એન્ટરટેઇન્મેન્ટ હબ બનાવાશે. આ પ્રોજેક્ટ માટે ઇમેજિકા વર્લ્ડ એન્ટરટેઇન્મેન્ટ રૂ. 130 કરોડનું રોકાણ કરશે.
આ એન્ટરટેઇન્મેન્ટ હબમાં સ્નો પાર્ક, ફૂડ પ્લાઝા, એમ્ફિ થિયેટર, લંડન આઇ સહિતનાં અન્ય આકર્ષણો હશે. ઇમેજિકા અમેરિકાની ડેવ એન્ડ બસ્ટર, મેક્સિકોની કિડ્ઝાનિયા અને ફિનલેન્ડની સુપરપાર્ક જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ સાથે મળી એન્ટરટેઇન્મેન્ટ હબ તૈયાર કરશે. આા એન્ટરટેઇન્મેન્ટ હબનું કામ દોઢથી બે વર્ષમાં પૂરું થઈ જશે તેવું અધિકારીઓનું કહેવું છે. બુધવારે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની મળેલી બેઠકમાં ઇમેજિકાને એન્ટરટેઇન્મેન્ટ હબ બનાવવા માટે 30 વર્ષ માટે જમીન લીઝ પર આપવા નિર્ણય લેવાયો છે.


comments powered by Disqus