ગાંધીધામઃ કચ્છમાં અંગદાન અંગે જાગૃતિ આવી છે, અત્યાર સુધી કચ્છમાં કિડની, લીવર સહિતનાં અંગોનાં દાન કરાયાં છે, પરંતુ પ્રથમ વખત આદિપુરની ખાનગી હોસ્પિટલથી ગાંધીધામના બ્રેઇનડેડ યુવાનના હૃદયનું ડોનેશન કરાયું હતું, જેને 45 મિનિટમાં અમદાવાદ પહોંચાડાયું હતું. આ ઉપરાંત અન્ય 3 અંગ પણ ગ્રીન કોરિડોરથી ગંતવ્ય સ્થાને પહોંચાડી 4 માનવ જિંદગીને મોતના મુખમાંથી ઉગારવામાં આવી હતી. ગાંધીધામના 25 વર્ષીય સુનીલ વાલજીભાઈ વિંઝોડાના અકસ્માતે મોત બાદ પરિવારે આ નિર્ણય લીધો હતો.

