ગાંધીધામ: ચોતરફ વિકસતા કચ્છને દેશની રાજધાની કે પ્રવાસન સ્થળોથી જોડવા ગાંધીધામ ચેમ્બર દ્વારા રેલવે બોર્ડના ચેરમેન સમક્ષ માગ કરવામાં આવી છે. કચ્છ ઔદ્યોગિક અને પ્રવાસન સ્થળ તરીકે મોખરાનું સ્થાન મેળવી રહ્યું છે. ત્યારે કચ્છને દિલ્હી સહિત હરિદ્વાર, અયોધ્યા જેવાં પવિત્ર સ્થળો સાથે જોડવા સીધી ટ્રેનની માગણી કરાઈ છે.

