વડોદરાઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી મૂળ વડોદરાના યુસુફ પઠાણની પ. બંગાળ બેઠક માટે ટીએમસીએ પસંદગી કરી છે. યુસુફ પઠાણ બહરામપુરથી કોંગ્રેસના સાંસદ અધિરરંજન ચૌધરી સામે ચૂંટણી મેદાને ઉતરશે. યુસુફના નામની જાહેરાત થતાં વડોદરામાં ઉત્તેજના હતી. જો કે વડોદરાસ્થિત યુસુફ પઠાણના નિવાસસ્થાને કોઈ હલચલ જોવા મળી ન હતી. જાહેરાત થઈ ત્યારે યુસુફ પઠાણ કોલકાતામાં બેનરજીની રેલીમાં હાજર હતા. સંપત્તિ બાબતે યુસુફ પઠાણ અધિર રંજન ચૌધરીથી 25 ટકા વધુ સંપત્તિ ધરાવે છે. રિપોર્ટ મુજબ યુસુફ પાસે 148 કરોડની સંપત્તિ છે. માત્ર ક્રિકેટથી તેમને વાર્ષિક રૂ. 20 કરોડની કમાણી થાય છે.

