ગાંધીનગરઃ દેશમાં રૂ. 1 લાખ કરોડથી વધુની 114 માર્ગ વિકાસ યોજનાઓના લોકાર્પણ-શિલાન્યાસ સહિત ગુજરાતમાં રૂ. 1575 કરોડના 3 પ્રોજેક્ટનું ઉદ્દઘાટન સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું. હરિયાણાના સમારંભને સમાંતર યોજાયેલા ગાંધીનગરના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો અને અધિકારીઓએ હાજરી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતને કુલ 53 કિ.મી.ના ત્રણ પ્રોજેક્ટની ભેટ આપી છે.
પ્રોજેક્ટ અંતર્ગત ધોરીમાર્ગ-58ને ફોરલેન કરવા રૂ. 151 કરોડ અને અમરેલીમાં ધોરીમાર્ગ-351ના 19 કિ.મી.ના રોડને રૂ. 129 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરાશે.

