જૂનાગઢમાં દરગાહ, જલારામ મંદિરનું ડિમોલિશન

Wednesday 13th March 2024 08:15 EDT
 
 

જૂનાગઢઃ મજેવડી ગેટ પાસે દરગાહને લઈ 16 જૂને ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, ત્યારે 10 માર્ચે મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દરગાહના ડિમોલિશનની કામગીરી કરાઈ. જૂનાગઢ મનપા દ્વારા મોડી રાત્રે શહેરમાં દરગાહ સહિત અન્ય દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. તંત્રએ દરગાહનું ડિમોલિશન તો કર્યું જ, સાથોસાથ તળાવ દરવાજા નજીક જલારામ મંદિરનું પણ ડિમોલિશન કરાયું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક સ્થળો પર કરાયેલાં ગેરકાયદે દબાણો હટાવવા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી.


comments powered by Disqus