નાયબસિંહ સૈની બન્યા હરિયાણાના મુખ્યમંત્રીઃ ભાજપનો માસ્ટર સ્ટ્રોક

Wednesday 13th March 2024 08:22 EDT
 
 

હરિયાણાઃ લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે ફરી એકવાર લોકોને ચોંકાવી દીધા છે. હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરના રાજીનામા બાદ ભાજપે એમપી નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા છે. નાયબસિંહ સૈનીએ મંગળવારે સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રીપદના શપથ ગ્રહણ કર્યા.
રાજ્યમાં સૌથી મોટી રાજકીય ઊથલપાથલ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને તમામ મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ભાજપના એક સાંસદના રાજીનામાને કારણે રાજ્ય સરકાર સંકટમાં આવી ગઈ હતી.
નાયબ સિંહ સૈની કુરુક્ષેત્રથી ભાજપ સાંસદ છે. મુખ્યમંત્રી તરીકે તેમની સરપ્રાઇઝ એન્ટ્રી થઈ છે. નાયબસિંહ સૈની કુરુક્ષેત્રથી ભાજપ સાંસદ અને ઓબીસી સમાજના કદ્દાવાર નેતા છે. સૈનીએ ગતવર્ષે હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. ભાજપ સાથે તેમનું જોડાણ 1996થી છે, જે સંગઠનાત્મક ભૂમિકાઓથી શરૂ થયું હતું. નાયબસિંહ 2014માં પહેલીવાર નારાયણગઢથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને 2016માં હરિયાણા સરકારમાં મંત્રી બન્યા હતા.


comments powered by Disqus