સિલિગુડીઃ વડાપ્રધાને આસામના જોરહાટમાં વીર સેનાપતિ લાચિત બોરફૂકનની પ્રતિમાનું અનાવરણ કર્યું, સાથોસાથ સિલીગુડીમાં રૂ. 4500 કરોડના અનેક પ્રોજેક્ટ્સનું ઉદઘાટન તથા લોકાર્પણ પણ કર્યું. રામ વનજી સુતાર દ્વારા નિર્મિત પ્રતિમાની ઊંચાઈ 84 ફૂટ છે અને તેને 41 ફૂટના પેડસ્ટલ પર સ્થાપિત કરાઈ છે. લાચિત બોરફૂકન અહોમ સામ્રાજ્યના એક મહાન સેનાપતિ હતા. તેમણે 1671માં રાજા રામસિંહ પ્રથમના નેતૃત્વમાં શક્તિશાળી મુગલો દ્વારા આસામને જીતી લેવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

