પ્રથમ ગ્રાસે મક્ષિકાઃ એરપોર્ટ પર ડિજિયાત્રા સિસ્ટમમાં ખામી

Wednesday 13th March 2024 06:43 EDT
 
 

અમદાવાદઃ એરપોર્ટ પર બાયોમેટ્રિક્સ આધારિત બોર્ડિંગ સિસ્ટમમાં પેસેન્જરનો ચહેરો સ્કેન કરી પેપરલેસ પ્રક્રિયા કરાય છે. પરંતુ આ ડીજી યાત્રા સિસ્ટમ યોગ્ય રીતે કામ કરતી ન હોવાથી ફરિયાદો છે. અંતે પેસેન્જરોએ સામાન્ય પેસેન્જરની જેમ જ ફ્લાઈટ સુધી પહોંચવું પડે છે. એરપોર્ટના બોર્ડિંગ ગેટ પર પૂરતો સ્ટાફ ન હોવાથી ડીજી યાત્રાના પેસેન્જરને અટકાવાય છે અને મેન્યુઅલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એક પેસેન્જરે કહ્યું કે, સમય બચાવવા ડીજી યાત્રાનો ઉપયોગ કર્યો પરંતુ રવિવારે દિલ્હી જતી ફ્લાઈટ માટે બોર્ડિંગ ગેટ પર આવ્યો ત્યારે કોઈ કર્મચારી હાજર ન હતા. આખરે મેન્યુઅલ પ્રક્રિયામાંથી પસાર થવું પડયું હતું. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ એરપોર્ટ અને એરલાઈન્સને સારી ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને વિવિધ ચેક-પોઈન્ટ પર મેનપાવર વધારવા નિર્દેશ કર્યો છે. જેથી ડીજી યાત્રાનો સરળ રીતે અમલ કરી શકાય અને બોર્ડિંગ ગેટ પર ભીડ ટાળી શકાય.
માંડ 5 ટકા પેસેન્જર ડીજી યાત્રાનો ઉપયોગ કરે છે
અમદાવાદ એરપોર્ટ પર જુદા જુદા ડોમેસ્ટિક રૂટની 100થી વધુ ફલાઇટોમાં જતા હજારો પેસેન્જર પૈકી માંડ પાંચ ટકા ડીજી યાત્રાનો ઉપયોગ કરે છે, કારણ કે આખી પ્રક્રિયામાં તેમણે અસુવિધાનો સામાનો કરવાનો વારો આવતો હોય છે.


comments powered by Disqus