બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજની સાર્ધ શતાબ્દીની ઉજવણી

Wednesday 13th March 2024 07:55 EDT
 
 

મહેસાણાઃ વિજાપુરમાં શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજના 150 મા જન્મદિનની બે દિવસીય ઉજવણીના ભાગરૂપે રાજમાર્ગો પર ભવ્ય નગરયાત્રા નીકળી હતી. જેમાં જૈન આચાર્યો, સાધ્વીજી ભગવંતો ઉપરાંત પાટીદાર સમાજના લોકો તેમજ જૈન જૈનેતરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજના 150 મા જન્મદિન પ્રસંગે વિજાપુરમાં બે દિવસીય સાર્ધ શતાબ્દી મહોત્સવ ઊજવાયો, જેમાં શનિવારે શહેરમાં ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ મનોહર કીર્તિસાગર સૂરિશ્વરજી મહારાજ, આચાર્ય ઉદય કીર્તિસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં નગરયાત્રા નીકળી હતી. જ્યારે આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજના પાટીદાર પરિવારના પરા વિસ્તારનાં ગામો મણિપુરા, મોતીપુરા, આનંદપુરા, ઈશ્વરપુરામાં નગરયાત્રા ફરી હતી, જેમાં 10 હજારથી વધુ ભાવિકો જોડાયા હતા.


comments powered by Disqus