ભરૂચમાં દેશી કપાસની 300 જાતોનું વાવેતર

Wednesday 13th March 2024 07:59 EDT
 
 

ભરૂચઃ દેશી કપાસના ઉત્પાદનથી ભરૂચ જિલ્લો કાનમ તરીકે જાણીતો છે. ભરૂચની જમીન અને વાતાવરણ દેશી કપાસ માટે ખૂબ અનુકૂળ હોવાથી મક્તમપુર ખાતે પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર ખાતે દેશી કપાસની રાષ્ટ્રીયકક્ષાની 300 જેટલી જાતોના જર્મપ્લાજમનું વાવેતર કરાયું છે, જેના નિરીક્ષણ માટે રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા આઇસીએઆર- સીઆઇસીઆર નાગપુરના વૈજ્ઞાનિકોએ પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી હતી.


comments powered by Disqus