રાષ્ટ્રપતિના હસ્તે જગદીશ ત્રિવેદીને સંગીત નાટક અકાદમી પુરસ્કાર

Wednesday 13th March 2024 08:14 EDT
 
 

સુરેન્દ્રનગરઃ 6 માર્ચ બુધવારની સાંજે જગદીશ ત્રિવેદીને દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ભારતના મહામહીમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો. તામ્રપત્ર, શાલ અને રૂ. 1 લાખનો પુરસ્કાર મેળવી સમાજસેવક ત્રિવેદીએ તરત જ તેમાં રૂ. 10 લાખ ઉમેરી સુરેન્દ્રનગરની સી.જે. હોસ્પિટલમાં રૂ. 11 લાખના ડિજિટલ એક્સરે મશીનનું દાન કર્યું હતું. આ એવોર્ડ વિતરણ સમારંભમાં કેન્દ્રના સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી જી. કિશનરેડ્ડી તથા કાયદો-ન્યાય તથા પાર્લામેન્ટ્રી અફેર્સ અને સાંસ્કૃતિક મંત્રી અર્જુનરામ મેઘવાલ, સંગીત નાટક અકાદમીના ચેરમેન સંધ્યા પુરેચા અને સાંસ્કૃતિક મંત્રાલયના મહામંત્રી ગોવિંદ મોહન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus