રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષપદે કિશોર મકવાણા

Wednesday 13th March 2024 06:42 EDT
 
 

મુંબઇઃ ભાજપના અગ્રણી અને પ્રદેશ સહપ્રવક્તા કિશોર મકવાણાની રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે કેટલાક પુસ્તકો પણ લખ્યાં છે, જેના દ્વારા તેમણે પોતાના અનુભવો વર્ણવ્યા છે. અનુસૂચિત જાતિ આયોગ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સાથે સંલગ્ન બંધારણીય સંસ્થા છે. જેમાં અનુસૂચિત જાતિના બંધારણીય અધિકારોની સુરક્ષા, સલામતી અને સામાજિક શૈક્ષણિક વગેરે બાબતોની દેખરેખ અને સંબંધિત ફરિયાદોની કાનૂની તપાસ પણ કરવામાં આવે છે. અને તેને લગતા સૂચનો અને કાર્યો પણ કરવામાં આવે છે.


comments powered by Disqus